જામનગર: ચેમ્બર કોલોનીમાં યુવાનને માર મારીને ધમકી દીધી

  • July 04, 2026 08:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ચેમ્બર કોલોનીમાં યુવાનને માર મારીને ધમકી દીધી

લોખંડનું પિંજરૂં હટાવવાના મામલે બબાલ : ત્રણ સામે રાવ

જામનગરના ચેમ્બર કોલોની વિસ્તારમાં લોખંડનું પિંજરૂં​​​​​​​ હટાવવાનું કહેવાના મામલે મદ્રાસી યુવાનને ઢીકાપાટુનો માર મારી ઇંટ ફટકારી ધમકી દીધાની અહી રહેતા ૩ શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે.
​​​​​​​
જામનગરના ચેમ્બર કોલોનીમાં રહેતા રાકેશ આનંદભાઇ ગુરૂ (ઉ.વ.૨૯) નામના યુવાનની ઘરની બાજુમાં આરોપીએ લોખંડનુ પિંજરૂં​​​​​​​ રાખેલ હોય જે ફરીયાદી મકાન બનાવતા હોય તેને નડતુ હોય જેથી આ બાબતે કહેતા પિંજરૂં​​​​​​​ નહી હટાવું તેમ કહી અપશબ્દો બોલ્યા હતા દરમ્યાન ફરીયાદીને ઝાપટ મારી અન્ય શખ્સોએ ઢીકાપાટુનો માર મારી તેમજ એક શખ્સે ઇંટ વડે હુમલો કરી માથામાં ઇજા પહોચાડી હતી અને મારી નાખવાની ધમકી દીધી હતી. રાકેશભાઇ દ્વારા આ બનાવ અંગે સીટી-સી ડીવીઝનમાં ચેમ્બર કોલોનીમાં રહેતા ઇમરાન ચના, સીદીકી ચના અને અકરમ ચના ત્રણની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application