જામનગર: ગોકુલનગર વિસ્તારમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • June 04, 2026 07:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગોકુલનગર વિસ્તારમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના ગોકુલનગર શિવનગર શેરી નં. ૫માં રહેતા ભાવેશ દેવાભાઈ સાગઠીયા (ઉ.વ. ૨૬)એ પોતાના ઘરના ‚મમાં છતના પંખા સાથે ગાદલાના કવરના પટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. 

બનાવની જાણ તેમની માતા રાજીબેન દેવાભાઈ સાગઠીયાએ પોલીસને કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ કારણ બહાર આવ્યું નથી અને અગમ્ય કારણોસર આ પગલું ભર્યાનું નોંધાયું છે. સીટી-સી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application