જામનગર શહેરમાં રીક્ષાની હડફેટે વૃઘ્ધાને ફ્રેકચર

  • June 11, 2026 06:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં રીક્ષાની હડફેટે વૃઘ્ધાને ફ્રેકચર

ઇકોએ બાઇકને ઠોકર મારતા ધુંવાવના યુવાનને ઇજા

જામનગરના બેડ ગામમાં રહેતા મનિષ કાળુભાઇ રાઠોડ (ઉ.વ.૩૨) નામના યુવાને સીએનજી રીક્ષા નં. જીજે૧૦ટીઝેડ-૪૪૫૯ના ચાલક સામે ફરીયાદ કરી હતી. ગત તા. ૬ના રોજ હવાઇચોક રોડ પર ફરીયાદીના માતા રોડની સાઇડમાં બેઠા હતા ત્યારે રીક્ષા ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના માતાને હડફેટે લઇ પછાડી દઇ કપાળના ભાગે ઇજા અને મણકાના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી.

બીજા બનાવમાં જામનગર નજીક ધુંવાવ ગામમાં રહેતા પરેશ સામજીભાઇ કણઝારીયા (ઉ.વ.૩૯) નામના યુવાને તેનું બાઇક નં. જીજે૧૦એજે-૧૭૭૪ લઇને ઘરે જતા હતા દરમ્યાન જામનગર રાજકોટ હાઇવે પર પહોચતા સામેથી ઇકો ગાડી નં. જીજે૧૦ડીઆર-૬૭૮૭ના ચાલકે બેદરકારીથી ચલાવી સામેથી ભટકાડી ફરીયાદીને ફ્રેકચર અને છોલછાલ જેવી ઇજા પહોચાડી હતી પરેશભાઇ દ્વારા ઇકોના ચાલક સામે પંચ-એમાં ગઇકાલે ફરીયાદ કરી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application