દ્વારકામાં હિટ એન્ડ રન: અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધાનું મૃત્યુ

  • July 17, 2026 06:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં હિટ એન્ડ રન: અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધાનું મૃત્યુ

નાસી ગયેલા વાહન ચાલકની શોધખોળ કરતી પોલીસ

દ્વારકામાં જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતા જયાબેન વ્રજલાલભાઈ ગોકાણી નામના ૬૩ વર્ષના વૃદ્ધા બુધવારે સાંજના સમયે દ્વારકાના શિશુ મંદિર સામેના માર્ગ પરથી ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા મોટરસાયકલના ચાલકે જયાબેનને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
​​​​​​​
અકસ્માત સર્જીને આરોપી મોટરસાયકલ ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે દ્વારકા પોલીસે અશ્વિનભાઈ ચુનીલાલ ગોકાણી (ઉ.વ. ૮૨) ની ફરિયાદ પરથી અજાણ્યા મોટરસાયકલ ચાલુ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application