ટેબલટેનિસ સ્પર્ધામાં જામનગરનું હીર હવે રાજ્ય કક્ષાએ કરશે પ્રદર્શન, અંડર ૧૭-૧૯ બોયઝ કેટેગરીમાં કૌવત સાબિત કર્યું

  • July 27, 2026 06:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેબલટેનિસ સ્પર્ધામાં જામનગરનું હીર હવે રાજ્ય કક્ષાએ કરશે પ્રદર્શન, અંડર ૧૭-૧૯ બોયઝ કેટેગરીમાં કૌવત સાબિત કર્યું

સ્કૂલ ગેમ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SGFI) ટેબલટેનિસ ટુર્નામેન્ટનું આયોજન જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર  જામનગર જિલ્લાના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આપણા માટે ગર્વની વાત છે કે આ સ્પર્ધામાં અન્ડર-17 બોયઝ કેટેગરીમાં ભવ્યરાજ ઝાલા અને અન્ડર-19 બોયઝ કેટેગરીમાં ભાર્ગવ રાઠોડ વિજેતા થયાં હતાં.આ બંને પ્રતિભાશાળી ખેલાડીઓ જામનગર સિટી ટેબલ ટેનિસ ટીમના કેપ્ટન તરીકે પણ હાલ જવાબદારી નિભાવી રહ્યાં છે.તેઓ પોતાની નિયમિત કઠોર તાલીમ સુમૈર સ્પોર્ટ્સ ક્લબ જામનગર ખાતે, કોચ એવા કુણાલ ત્રિવેદી અને જયેશ રાવલની દેખરેખ હેઠળ પ્રાપ્ત કરે છે. જ્યાં સતત મહેનત, શિસ્ત અને સમર્પણના બળે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી બતાવી છે.
​​​​​​​આગામી સમયમાં આ બન્ને ખેલાડીઓ રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં જામનગરનું પ્રતિનિધિત્વ કરશે.ભવ્યરાજ ઝાલા અને ભાર્ગવ રાઠોડને આ ભવ્ય સફળતા બદલ સર્વત્ર હાર્દિક અભિનંદનની વર્ષા થઈ રહી છે તેમજ સૌકોઈ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application