આકરા તાપનો ઇલાજ : બળબળતા તડકાથી બચવાના ઉપાયો અને અગમચેતીના પગલા
લીમડાના કુમળા પાનની ચટણી, ડુંગળી અને કાચી કેરીનું સલાડ આરોગવું હિતવાહક
જામનગર સહિત સમગ્ર હાલારમાં સુર્યદેવતા કોપાયમાન થઇ રહ્યા છે ત્યારે હાલારવાસીઓએ આ ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમી અને તાપથી બચવા બપોરે ૧૧ થી ૫ દરમ્યાન જરૂરી ના હોય તો બહાર નીકળવુ જોઇએ નહી અન્યથા લુ લાગવાથી તાવ આવવો, નશકોરી ફુટવી તેમજ ઝાડા ઉલટી થઇ જવાની સંભાવના વધી જાય છે જામનગર શહેર તેમજ સમગ્ર હાલારમાં તાપમાનનો પારો ૩૫ની ઉપર થઇ રહ્યો છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલા રૂપે માર્ગદર્શીકા જાહેર કરાઇ છે.
અગત્યના કામ સિવાય ઉનાળામાં બપોરના સમયે બહાર ન જવું, ખુલ્લા માર્ગે મુસાફરી ન કરવી, બહાર જવાનું થાય તો માથે સફેદ ટોપી કે છત્રી રાખવી. ખાસ કરીને લુ ન લાગે તેવા ઉપાયો કરવા. સારા ગોગલ્સ પહેરવા.
આ ઋતુમાં ઠંડુ પાણી પીવું હિતકારી છે. ઠંડા પાણી માટે માટીના નવા ઠંડા માટલાનો ઉપયોગ ફ્રીઝ તથા બરફના પાણી કરતા વધુ શ્રેષ્ઠ છે. આ ઋતુમાં તાપ તડકામાંથી ઘરમાં આવ્યા પછી તુરંત જ પાણી ન પીવું હિતકારી છે. ઘરમાં આવ્યા પછી થોડીવારે શાંતિ થયા પછી જ પાણી પીવું. પીવાના પાણીનુ પ્રમાણ બને ત્યાં સુધી વધારે રાખવું.
ગરમાળા પંચક: ઉનાળામાં ગરમાળાનું પ:ચક પીવું હિતાવહ છે. ઉનાળામાં સખત તાપ ગરમી વધી જાય છે તવા સમયે ગરમાળા પ:ચક એટલે કે પાંચ ઠંડી ઔષધી દ્રવ્ય અમૃતની ગરજ સારે છે. ગરમાળો, ધાણાં, જીં, વરીયાળી અને કાળી દ્રાક્ષ, આ પાંચેય ઔષધી દ્રવ્ય ૧-૧ તોલા લઇ સહેજ કૂટીને માટીની કુલડીમાં ૧૦ થી ૧૫ તોલા પાણીમાં ૬ થી ૮ કલાક પલાળી પછી તે પાણીમાં બધી ઔષધી દ્રવ્ય મસળી ત્યારબાદ પાણપી ગાળીને તે પીવાનુ રાખવું જોઇએ. આ ગરમાળા પાચક ઉનાળામાં આપણને ઠંડક આપીને અનેક રીતે ઉપયોગી થશે.
બપોરના ભોજન સમયે કાચી ડુઁગળી કાચી કેરીનુ સેવન કરવું તથા કાચી કેરીનું કચુંબર ગોળ સાથે લેવું. બપોરના સમયે ભોજન પછી મીઠી છાશ લેવી, લીંબુનું શરબત લેવું. ભોજનમાં દાળ શાકમાં લીંબુ ખાસ નાખવું અને લીંબુ જેમને માફક ન આવે તેમણે કોકમનો ઉપયોગ કરો તેમજ કોકમનું શરબત પણ બનાવી લઇ શકાય.
ઉનાળાની ગરમીમાં ફળોનો ઉપયોગ ખુબ જ લાભદાયક છે. ફળોમાં પાકી કેરી, કેળા, શેરડી, તરબુચ, સક્કર ટેટી, લીલી દ્રાક્ષ, સંતરા, મોસંબી, દાડમ, ફાલસા વગેરે લઇ શકાય.
ઉનાળામાં તીખા, ગરમ મસાળાવાળા, તળેલા ખુબ જ ભારે પદાર્થો ન લેવા, સુપાચ્ય અને હળવો ખોરાક લેવો, ચા-કોફીનો ઉપયોગ ઓછો કરવો, તમાકુ અને બીડી સીગારેટ તથા દારૂનું સેવા નુકસાનકર્તા છે. આ ઋતુમાં સફેદ રંગના ખુબ હળવા, પાતળા, આછા, ખુલતા, સુતરાઉ કપડાં પહેરવાં આરોગ્યની સાવચેતી પે લીમડાના કુણાં પાન કોલ ફુલનું સેવન ઉપયોગી મનાય છે. લીમડો બધા રોગોને હરનાર દુર કરનાર છે. તેમ શાસ્ત્રમાં કહ્યું છે. ગુડી પડવા ઉનાળામાં લીમડાના તાજા ફુલો, કોર કે કુમળા પાનની ચટણી જીરૂ, મરી, હિંગ, અજમો, સિંધાલુણ અને થોડી સાકર નાખીને બનાવવાથી તે સ્વાદિષ્ટ બની જાય છે. લીમડાના કુણાં કુણાં પાનનો રસ પણ પી શકાય છે. આ રીતે લીમડાનું સેવન કરવાથી આખા વર્ષ સુધી શરીરને જરૂરી કડવાસ મળી રહેતા નિરોગી રહી શકાય છે તેમજ ઉનાળો રોગ ઉપદ્રવ રહિત જાય છે.
આ ઋતુ જન્ય ગરમી અને કફ પિતા રોગોના ઉપદ્રવોથી બચવા માટે આયુર્વેદની મધુર, કડવી, તુરી તેમજ ઠંડક આપનાર ઔષધીઓ જેમ કે શતાવરી, જેઠીમધ, લીમડો, ગળો, આમળાં, દ્રાક્ષ વગેરેનું યોગ્ય માત્રામાં સેવન કરવું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
