દ્વારકા જિલ્લામાં પાણીની સમસ્યા વકરી: ભીમ અગિયારસ-અષાઢી બીજ કોરીધાકોડ

  • July 18, 2026 07:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લામાં પાણીની સમસ્યા વકરી: ભીમ અગિયારસ-અષાઢી બીજ કોરીધાકોડ

આગોતરૂ વાવેતર કરનારા ખેડુતોની સ્થિતિ કફોડી 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા આશરે દોઢ દાયકામાં વરસાદ ખૂબ સારો રહેતો હોય તેમ ૫૦ થી ૧૦૦ ઈંચ જેટલો વરસાદ વરસવાની સ્થિતિ રહેતી હોય જેની સરખામણીએ ચાલુ વર્ષે અલનીનોની સ્થિતિ વચ્ચે મેઘરાજા રીસાયા હોય તેમ ભીમ અગિયારસ અને  અષાઢી બીજમાં પણ વરસાદ ન વરસતા કોરી ધાકોળ સ્થિતિમાં આગોતરું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. 
​​​​​​​
મોટા ભાગના ડેમોમાં પણ પાણીનું સ્તર ખૂબ નીચું હોય શહેરો તથા ગામડાઓમાં પણ પીવાના પાણીની ગંભીર સ્થિતિ આગામી સમયમાં ઊભી થવાની ભીતિ ઉભી થઈ છે. ખંભાળીયા શહેર તથા નજીકના રર ગામોને ઘી ડેમ આધારિત જળ યોજનામાં પાણી વિતરણ થતું પરંતુ હાલ ઘી ડેમમાં પાણી તળિયે પહોંચ્યુ હોય ખંભાળીયા પંથક હવે માત્ર નર્મદાના નીર પર આશ્રિત બન્યો છે. જો વરસાદ ખેંચાશે તો લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં પાકનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. દ્વારકા-કલ્યાણપુરમાં તો બિલકુલ વરસાદ પડયો ન હોય સ્થિતિ વધુ ખરાબ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application