સલાયામાં ગુજસીટોકના ગુનેગારે હાઇકોર્ટની શરતોનો કર્યો ભંગ

  • June 25, 2026 06:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં ગુજસીટોકના ગુનેગારે હાઇકોર્ટની શરતોનો કર્યો ભંગ

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ આગામી સમયમાં મહોર્રમનો તહેવાર આવનાર છે જે તહેવાર શાંતિમય રીતે યોજાય કોમી એકતા જળવાઇ રહે કાયદો વ્યવસ્થા પરિસ્થીતી સુદઢ જળવાઇ રહે તે હેતુસર અગાઉ ચોર ગેન્ગ વિરુઘ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરેલ જે આરોપીઓ પર વોચ રાખી શરતોનો ભંગ કરે તો સખત કાર્યવાહી કરવા માટે ખંભાળીયા નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ અને સલાયા મરીન પીઆઇ જે.એ.મ ચાવડાને સુચના કરી હતી.

જે અનુસંધાને સલયા મરીન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ એમોદેવસિંહ, પીઠાભાઇ, પો.કોન્સ કરણભાઇ અને વિપુલભાઇ ડાંગર તેમજ ટાઉનબીટનાઓ આગામી સયમાં આવનાર મહોર્રમના તહેવારોને અનુસંધાને સલાયા ટાઉનમાં પેટ્રોલલીંગ દરમ્યાન સંયુકત માહીતી મળેલ કે ગુજસીટોકના આરોપી શબ્બીરહુશેન ઉર્ફે ભુરો ગુલામહુશૈન સુંભણીયા રહે. સલાયા ખંભાળીયા વાળાને હાઇકોર્ટમાંથી શરતો કોઇ ગુનાહીત પ્રવૃતીમાં સામેલ થવુ નહી અને ટ્રાયલ પુર્ણ ન થાય ત્યાં સુધીમા દેવભુમી દ્વારકા જીલ્લાની હદમાં પ્રવેશવુ નહી.. તેમ અલગ અલગ શરતોને આધીન જામીન મુકત કરવામાં આવેલ હતો. આરોપી અનેક ગુનામાં સંડોવાયેલ છે અને આરોપીને સલાયા ટાઉન પાળેશ્ર્વર તળાવની પાળ પાસેથી પકડી પાડતા અંગજડતી કરતા ખિસ્સામાંથી તાંબાની મુર્તી મળી આવી હતી આમ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર દ્વારકાના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરેલનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application