જામનગર-ધ્રોલ રોડ પર ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા છ વાહનો ઝડપી પાડીને રૂ.2.10 કરોડનો મુદામાલ જપ્ત કર્યો
જામનગરમાં ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ વહન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર-ધ્રોલ રોડ પર આકસ્મિક તપાસ દરમિયાન વિવિધ ખનીજના ગેરકાયદેસર પરિવહન કરતા છ વાહનો ઝડપી પાડીને રૂ.2.1 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જામનગર ભૂસ્તરશાસ્ત્રી કચેરીના અધિકારી કેયુર રાજપુરાની સૂચનાના આધારે જામનગર-ધ્રોલ રોડ પર ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન બ્લેકટ્રેપ અને સાદી રેતીના ગેરકાયદેસર વહન તેમજ રોયલ્ટી પાસ કરતાં વધુ ખનીજ ભરેલા કુલ છ વાહનો ઝડપાયા હતા.જપ્ત કરાયેલા વાહનોમાં એક બ્લેકટ્રેપ ખનીજ ભરેલું વાહન અને પાંચ સાદી રેતીના ગેરકાયદેસર વહન કરતા વાહનોનો સમાવેશ થાય છે. તમામ વાહનોને ખનિજ નિયમો મુજબ જપ્ત કરીને પંચ "બી" પોલીસ સ્ટેશન, ધ્રોળ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.
આ કાર્યવાહી દરમિયાન આશરે રૂ. 2.1 કરોડના મુદ્દામાલનો કબજો લેવામાં આવ્યો હોવાનું ખનીજ વિભાગે જણાવ્યું છે. સમગ્ર કાર્યવાહી ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ કરવામાં આવી હતી, જ્યારે તપાસ ટીમમાં નૈતિક કણજારિયા સહિતના અધિકારીઓ જોડાયા હતા.ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન સામે સતત ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
