દેવભૂમિ દ્વારકા: સલાયામાં વાહન ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો 

  • July 20, 2026 06:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: સલાયામાં વાહન ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો 

ચોરાઉ મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા મરીન પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન  ગણતરીના કલાકોમાં વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.પોલીસે ચોરીના મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાતમીના આધારે કરવામાં આવી કાર્યવાહી.રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ સલાયા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ખંભાળિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ અને સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ.ચાવડાની સૂચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

પેટ્રોલિંગ દરમિયાન એચ.સી. વિપુલભાઈ એસ. ડાંગર અને પી.સી. કરણભાઈ સોંદરવાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે સલાયા બંદરમાંથી ચોરી થયેલ હીરો હોન્ડા મોટરસાયકલ સાથે એક શખ્સ સલાયામાં આવવાની પેરવી કરી રહ્યો છે. આ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધો હતો.

જેમાં નંબર પ્લેટ વગરનું બાઈક મળ્યું હતું. પોલીસે આરોપી પાસેથી હીરો હોન્ડા કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂ​​​​​​​. ૨૫,૦૦૦) કબ્જે કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીએ પકડાઈ ન જવા માટે બાઈક પરથી મૂળ નંબર પ્લેટ કાઢી નાખી હતી. જોકે, પોલીસે એન્જિન નંબર અને ચેસીસ નંબરની ખરાઈ કરીને આ ચોરાઉ વાહન હોવાનું શોધી કાઢ્યું હતું. આ અંગે સલાયા મરીન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૦૩ (૨) મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરાઈ છે અને આરોપી તસ્લીમભાઈ સલીમભાઈ રાજા (ઉ.વ.૧૯) અટક કરવામાં આવી છે.
​​​​​​​
આ સફળ કામગીરીમાં સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. ચાવડા, એ.એસ.આઈ. વેજાનંદભાઈ માયાણી, એચ.સી. પીઠાભાઈ  જોગલ, એચ.સી. ઓમદેવસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર, કરણભાઈ સોંદરવા તથા મિલનભાઈ કંડોરીયા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application