દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જીરું, ચણા, ઘઉં અને ઘાસચારાના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે. જે ધ્યાને લઈને જિલ્લામાં વિવિધ તાલુકા મથકો તથા ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે પુરતા પ્રમાણમાં યુરિયાનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે.
હાલ ખાતરનો વપરાશ ચાલુ હોય સમગ્ર જિલ્લામાં ચાલુ માસમાં દસ દિવસમાં દરરોજ એવરેજ ૨૫૦ મેટ્રિક ટન યુરિયા ખાતર ખેડૂતો દ્વારા ખરીદી કરવામાં આવે છે અને સપ્લાય કરતી ખાતર વિતરક કંપનીઓ દ્વારા ૨૧૭૦ મેટ્રિક ટનથી વધુ યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિ.) દ્વારા દર બે દિવસે સમીક્ષા કરીને તાલુકાના ખાતર વિતરક સંસ્થાઓમાં વેચાણ અને માંગ અનુસાર જરૂરી યુરીયા ખાતરનો જથ્થો જે તે તાલુકામાં ઉપલબ્ધ કરાવાય છે.
જિલ્લામાં ૧૧૫૦ મેટ્રિક ટન જેટલો યુરિયા ખાતરનો જથ્થો આવકમાં છે અને આગામી ૨૦ દિવસમાં રાબેતા મુજબના સપ્લાયમાં ૨૦૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતર માંગ મુજબ સપ્લાય થનાર છે, જેથી આવનારા દિવસોમાં જિલ્લામાં કોઈ પણ જગ્યાએ યુરિયા ખાતરની અછત ઉદભવવાની કોઈ શક્યતાઓ રહેલી નથી. આથી, યુરિયા ખાતરની અછત બાબતની અફવાઓથી દુર રહેવા અને ખાતરની ખરીદી માટે બિનજરૂરી દોડાદોડ ન કરવા અપીલ છે.
ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો માન્ય રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસેથી પોતાનો આધાર નંબર રજુ કરી મેળવી શકશે. વધુમાં ખરીદીનું પાકું બિલ મેળવીને જ ખાતરની ખરીદી કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
