ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો અથડાતા બે યુવાનોના મૃત્યુ
પવનચક્કીની કંપનીના કર્મચારીઓ કારમાં સાઇટ પર જતા માર્ગમાં અકસ્માત નડ્યો : ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રનમાં યુવાનનો ભોગ લેવાયો
જે અકસ્માતમાં ઇકો કાર ચાલક જગદીશભાઈ અને બાજુની સીટમાં બેઠેલા મિલન બંધીયા બંનેને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માતના બનાવ અંગે રાજશીભાઈ અરશીભાઈએ પોલીસને જાણ કરતાં લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ આકસ્માતમાં બનાવને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે કરુણાન્તિકા છવાઈ છે.
અન્ય બનાવમાં જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો ભીખુભાઈ નરશીભાઈ ભોજાણી નામનો ૪૦ વર્ષનો યુવાન તા.૧૦ના ખીજડીયા બાયપાસ પાસે રસ્તો ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. -૩ બી.ડબ્લ્યુ-૨૮૯૧ નંબરના ટ્રકના ચાલકે તેને હડફેટમાં લઈ કચડી નાખતા ગંભીર ઇજા થઈ હતી અને તેનું મૃત્યુ નીપજયું હતું.
આ બનાવા અંગેની મૃતકની બહેન લક્ષ્મીબેન પ્રવીણભાઈ ગોહિલે પોલીસને જાણ કરતા પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એ આર પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
