જામનગર નજીક રસુલનગરમાં બે યુવાનને માર માર્યો

  • June 27, 2026 08:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક રસુલનગરમાં બે યુવાનને માર માર્યો

સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા : સ્ટેટસ રાખવા મામલે છ શખ્સો તુટી પડયા

જામનગર નજીક રસુલનગરમાં બે યુવાન પર હુમલો થયો હતો જેમાં છ સામે ફરીયાદ કરવામાં આવી છે. 
જામનગર તાબેના રસુલનગર ગામમાં રહેતા મોસીન હનીફભાઇ કકકલ (ઉ.વ.૩૨)ના મામા ઇશાકભાઇએ મોબાઇલમાં ચોકારાનું સ્ટેટસ રાખેલ જે બાબતે ફરીયાદી તથા સાહેદને તા. ૨૫ રાત્રીના રસુલનગર ચોકમાં બેઠા હતા ત્યારે બે આરોપીઓ પાસે બાોલાવીને સાહેદને મોબાઇલમાં સ્ટેટસ રાખવુ નહી તેમ કહી અપશબ્દો બોલી ઉશ્કેરાઇ જઇને ધોકા વડે હુમલો કરી સાહેદને ઇજા પહોચાડી હતી.

આ વખતે ફરીયાદી વચ્ચે પડતા એક આરોપીએ ધુપેલીયુ ગાલના ભાગે ઝીંકી દીધુ હતુ અને એક આરોપીએ વજનનું તોલુ ઇશાકભાઇને માથામાં માર્યુ હતું પાછળથી અન્ય આરોપીઓ આવીને ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુ વડે માર મારી એકબીજાને મદદગારી કરી હતી. 

બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા દરમ્યાનમાં મોસીન કકકલ દ્વારા સિકકા પોલીસ સ્ટેશનમાં રસુલનગરમાં રહેતા જુબેર જુનુસ સુભણીયા, જુનુસ ઉર્ફે તલવારીયો અબ્દુલ ભટ્ટી, જુસબ અબ્દુલ સુભણીયા, જુનસ મામદ સુભણીયા, આબીદ કરીમ કેરેચા તથા રજાક આદમ જેડા નામના શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application