દેવભૂમિ દ્વારકા : કંસારીયા નેસમાંથી ૭.૯૬ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે આરોપીઓ ફરાર

  • June 29, 2026 08:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા : કંસારીયા નેસમાંથી ૭.૯૬ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે આરોપીઓ ફરાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કંસારીયા નેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે (એલ.સી.બી.) રેઇડ પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ.જોષીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના શક્તિસિંહ એ. ઝાલા, શક્તિસિંહ જે. જાડેજા, વેજાણંદભાઇ ડી. બેરા અને મનહરસિંહ એન. જાડેજાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી.

બાતમીના આધારે પોલીસે કંસારીયા તળાવના કાઢીયા પાસે ટેકરા પર આવેલી બાલુ નાથા રબારીની કાચી ઓરડીમાં રેઇડ પાડી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી બાલુ નાથા રબારી અને રાજુ કરશન કોડીયાતરે ભાગીદારીમાં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને તેઓ આ જથ્થો સફેદ કલરની ક્રેટા કારમાં ભરીને સગેવગે કરી રહ્યા હતા.

પોલીસે આ રેઇડ દરમિયાન ઓરડી અને કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૪૯૨ બોટલ ઇંગ્લીશ દારૂ કબ્જે કર્યો છે, જેની કિંમત ૩,૬૬,૦૭૨/- થાય છે. આ ઉપરાંત ૪,૦૦,૦૦૦/- ની કિંમતની ક્રેટા કાર અને ૩૦,૦૦૦/- ની કિંમતનું હોન્ડા મોટરસાયકલ મળીને કુલ ૭,૯૬,૦૭૨/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલમાં બંને આરોપીઓ બાલુભાઇ નાથાભાઇ રબારી (રહે. કંસારીયા નેશ) અને રાજુભાઇ કરશનભાઇ કોડીયાતર (રહે. રાણપર ગામ) ફરાર થઈ ગયા હોવાથી પોલીસ તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાર્યવાહી માટે આ કેસ ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application