જામનગરમાં શરાબના ચપટાની હેરાફેરી કરતી ત્રિપુટી ગીરફતાર

  • July 14, 2026 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શરાબના ચપટાની હેરાફેરી કરતી ત્રિપુટી ગીરફતાર

સમ્રાટ અશોકનગર અને બેડી બંદર રોડ પર પોલીસ ત્રાટકી : ૮૨ ચપટા અને બે વાહન કબ્જે 

જામનગર સમ્રાટ અશોકનગર પાસે એકટીવમાં ૩૫ ચપલા લઇને નીકળેલા ત્રણમાળીયા આવાસમાં રહેતા શખ્સને પકડી લીધો હતો, જયારે બેડી બંદર રીંગ રોડ પરથી બાઇકમાં દારૂના ૪૭ ચપલા સાથે બે શખ્સ ઝપટમાં આવ્યા હતા.

જામનગરના ત્રણ માળીયા આવાસ ગોલ્ડનસીટીની પાછળ રહેતા જાવીદ જમાલ ખુંભીયા નામના શખ્સને એકટીવા બાઇકમાં ૩૫ દારૂના ચપટા લઇને સમ્રાટ અશોકનગર પાસેથી નીકળતા સીટી-સી પોલીસે પકડી લીધો હતો અને કુલ ૫૦૫૦૦નો મુદમાલ જપ્ત કર્યો હતો.

બીજા દરોડામાં જામનગરના સોહમનગર સીતારામ સોસાયટી બ્લોક ૧૨માં રહેતા ફેબ્રીકેશનનો ધંધો કરતા આશીષ સુરેશ ખવા અને મુળ ભાણવડના ચોખંડા ગામના હાલ વાંકાનેર સ્ટેશનની બાજુમાં રહેતા ડ્રાઇવીંગ કરતા નિમેશ શાંતીલાલ નિમાવત નામના બંને શખ્સો હોન્ડા સીડી મોટરસાયકલ નં. જીજે૧૦ટીસી-૪૨૦૨માં એક થેલામાં ૪૭ શરાબના ચપટા લઇને બેડી બંદર રીંગ રોડ પરથી નીકળતા સીટી-સી પોલીસે બંનેને પકડી પાડી પુછપરછ હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application