સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની તાલીમ યોજાઈ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ખંભાળિયા તથા રાવલ નગરપાલિકાની સામાન્ય અને સલાયા નગરપાલિકા વોર્ડ નં.૦૩ની પેટા ચૂંટણી માટે આગામી તા.૨૬ એપ્રિલના રોજ યોજાશે છે. આ સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે યોજાઈ તે માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે. જેના અનુસંધાને આજરોજ ચૂંટણી અધિકારીઓ (RO) અને અન્ય મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO) માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ જેમ કે, ચૂંટણી અધિકારીની સત્તા અને જવાબદારીઓ, મતદાન માટેની તૈયારીઓ, મતગણતરીની પ્રક્રિયા અને પરિણામ, નામાંકન પ્રક્રિયા, ઇવીએમનું સંચાલન ઉમેદવારી પત્રો ભરવાની પદ્ધતિ, ફોર્મની ચકાસણી, ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા સહિતના અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, EVMના કાર્યકારી સંચાલન તેમજ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૨૨, તાલુકા પંચાયતોની ૮૦ તેમજ નગરપાલિકાઓની ૬૧ બેઠકો માટે આગામી તા.૨૬ એપ્રિલના રોજ મતદાન તથા તા.૨૮ એપ્રિલના રોજ મતગણતરી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
