જામનગર: મોટી ખાવડી પાસે ટ્રાફીક સમસ્યાથી લોકો પરેશાન: ઉકેલ લાવવા માંગ

  • July 17, 2026 07:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોટી ખાવડી પાસે ટ્રાફીક સમસ્યાથી લોકો પરેશાન: ઉકેલ લાવવા માંગ

જામનગર નેશનલ હાઇવે પર મોટી ખાવડી પાસે દરરોજ સવારે અને સાંજે બન્ને ટાઇમ એકથી દોઢ કિ.મી. વાહનોની લાંબી કતાર જોવા મળતી હોય છે, દરરોજ આ ટ્રાફીક સમસ્યા સર્જાઇ છે, બન્ને બાજુ એટલો ટ્રાફીક સર્જાઇ છે કે ત્યાંથી બહાર નીકળવામાં જ એક કલાક જેવો સમય વીતી જાય છે. ખાનગી કંપનીના વાહનો સવારે અને સાંજે કંપનીમાંથી બહાર આવે ત્યારે રોડ ઉપર ટ્રાફીક સર્જાય છે. આ ટ્રાફીક સમસ્યાને કારણે ઇમરજન્સી વાહનો ઘણી વખત અટવાઇ જાય છે આ સમસ્યાનું તાત્કાલિક નીરાકરણ કરવા લોકોમાં માંગી ઉઠી રહી છે.
​​​​​​​
ખાસ કરીને ખાનગી કંપનીના વાહનો ટ્રક, સહિત ભારે વાહનોના કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાય છે તદઉપરાંત કંપનીના છુટવાના ટાઇમે વાહનો કંપનીમાંથી બહાર નીકળે તેમજ કર્મચારીઓ મોટા પ્રમાણમાં એકસાથે બહાર નીકળે છે ત્યારે રોડ અને મુખ્ય બજારો સહિતના રોડ વિસ્તારોમાં ટ્રાફીક ઉભો થાય છે, આ સમસ્યા નિવારવા માટે તંત્રને લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application