જામનગર શહેરમાં વિદેશી દારૂના ચપલાઓ સાથે ત્રણ શખ્સ પકડાયા

  • July 01, 2026 07:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં વિદેશી દારૂના ચપલાઓ સાથે ત્રણ શખ્સ પકડાયા

દિગ્જામ સર્કલ નજીક દેશી દારૂ સાથે બાઇકચાલકની અટક 

જામનગરના સાધના કોલોની પાસે બે શખ્સને બે ચપલા સાથે અને સુમેર કલબ રોડ પર એક શખ્સ બે ચપલા સાથે ઝપટમાં આવ્યા છે અને દિગ્જામ સર્કલ આગળ એકસેસ બાઇકમાં દેશી દારૂ લઇને નીકળેલા શખ્સને દબોચી લેવાયો હતો.

જામનગરના દરેડ મસીતીયા રોડ ખાતે રહેતા વેપાર કરતા હબીબ સલીમ ઓરમાનીયા અને દરેડ નીલગીરી સોસાયટીમાં રહેતા સુનિલસિંહ પ્રભાતસિંહ જાડેજા આ બંને શખ્સોને ઇંગ્લીશ દારૂના બે ચપટા સાથે સાધના કોલોની ગેઇટ નં. ૧ પાસેથી સીટી-એ ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.

જયારે ઠેબા ચોકડી પાસે સરદારપાર્ક-૪માં રહેતા વિવેક હરીશ રાઠોડ નામના શખ્સને ઇંગ્લીશ દારૂના બે ચપલા સાથે સુમેર કલબ રોડ પાસેથી પોલીસે પકડી લીધો હતો. ઉપરાંત જામનગરના નવાગામ ઘેડ બાપુનગર શેરી નં. ૨માં રહેતા યશપાલસિંહ કનુભા જાડેજાને એકસેસ બાઇક નં. જીજે૧૦ઇઇ-૪૨૭૨માં ૫૫ લીટર દેશી દારૂ લઇને નીકળતા દિગ્જામ સર્કલથી આગળના રોડ પરથી સીટી-સી પોલીસે પકડી લીધો હતો, દારૂ અને બાઇક મળી ૪૧ હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application