જામખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાં કિંમતી વાયર-સ્ક્રેપની ચોરી

  • July 04, 2026 07:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાં કિંમતી વાયર-સ્ક્રેપની ચોરી

તીક્ષણ સાધનોથી કાપીને લઇ ગયા : પોલીસ દ્વારા કેમેરાની ચકાસણી

ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે ૯ કિલોમીટર દૂર આવેલી એક ખાનગી કંપની કે જે ઘણા સમયથી બંધ હાલતમાં છે, આ કંપનીમાં કોઈ અજાણ્યા તસ્કરોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને અહીં રાખવામાં આવેલા ઈલેક્ટ્રીક વાયર તથા કોપર વાયરને કોઈ તીક્ષણ સાધનો વડે કાપીને તેમાંથી ૧૩૦ કિલોગ્રામ જેટલો કોપર વાયર અને ૧૧૦ કિલોગ્રામ જેટલો એલ્યુમિનિયમનો વાયર ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.
​​​​​​​
આ પ્રકરણમાં રૂ. ૪૯,૦૦૦ ની કિંમતના વાયર તથા જુદા જુદા બાચકામાં ભરીને રાખવામાં આવેલો રૂપિયા ૫,૦૦૦ ની કિંમતનો આશરે ૧૦૦ કિલો ગ્રામ જેટલો ભંગાર મળી કુલ રૂ. ૫૪,૦૦૦ જેટલો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ સિક્યુરિટી કર્મચારી નાનજીભાઈ લાલાભાઈ નકુમએ અહીંની પોલીસમાં નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application