દેવભૂમિ દ્વારકા: જામ ખંભાળીયા એરફોર્સની જમીન પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લાખો રૂપિયાના લોખંડના સળિયાની ચોરીનો ભેદ ઉકેલાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા એરફોર્સની જમીન પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લાખો રૂપિયાના લોખંડના સળિયાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ચોરી કરનાર કોઈ બહારના નહીં, પરંતુ એ જ કંપનીમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની ભેજાબાજ ત્રિપુટી નીકળી છે. આ તસ્કરોએ ચોરી માટે ટ્રેક્ટરની ટ્રોલીમાં સ્પેશિયલ 'ચોર ખાનું' બનાવ્યું હતું! પરંતુ જામ ખંભાળીયા પોલીસે કલાકોમાં જ આખી ગેંગને દબોચીને કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
ગત ૧ જૂનના રોજ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં એક મોટી ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ખંભાળીયાથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલી એરફોર્સની જમીન પર 'શ્રી ગુરૂમુખદાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ'ની સાઇટ પરથી અજાણ્યા તસ્કરો JSW TMT કંપનીના આશરે 25 હજાર કિલો લોખંડના સળિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેની બજાર કિંમત 15 લાખ રૂપિયા થવા જતી હતી.
એરફોર્સ જગ્યાની સાઇટ પર થયેલી આ ચોરીની ગંભીરતાને જોઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા આદેશ આપ્યા હતા. જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પી.આઈ. સી.આર. રાણા અને પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયાએ સર્વેલન્સ સ્ક્વોડની ખાસ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદ લીધી હતી. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, સામતભાઈ ગઢવી, કાનાભાઈ લુણા અને કોન્સ્ટેબલ અરજણભાઈ આંબલીયાને એક સચોટ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.
જ્યાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ગુપ્ત 'ચોર ખાનું' બનાવીને સળિયાની હેરાફેરી કરી રહેલા ત્રણ પરપ્રાંતિય શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ આ જ સાઇટ પર મજૂરી કામ કરતા હતા અને તેમણે જ આ આખી ચોરીનો પ્લાન ઘડ્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:
રૂપિયા 15,00,000 ની કિંમતના 25,000 કિલો લોખંડના સળીયા
રૂપિયા 5,00,000 નું ટ્રેક્ટર અને ચોર ખાના વાળી ટ્રોલી
રૂપિયા 100,500 ની કિંમતના ૩ મોબાઇલ ફોન
કુલ મળીને રૂપિયા 20,10,500 નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે.
પોલીસના સકંજામાં આવેલા આ ત્રણેય આરોપીઓ આ જ કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરી કામ કરતા હતા અને ઘરભેગા થઈને જ ચોરીને અંજામ આપ્યો હતો.
પકડાયેલા આરોપીઓના નામ આ મુજબ છે:
1. સુનીલ સીયારામ શાહ (ઉંમર 45 વર્ષ, રહે. બિહાર)
2. નેમલકુમાર સુનીલ શાહ (ઉંમર 19 વર્ષ, રહે. બિહાર)
3. અમીત સુરેન્દ્ર શર્મા (ઉંમર 35 વર્ષ, રહે. હરીયાણા)
જામ ખંભાળીયા પોલીસે ગુન્હો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 100 ટકા મુદ્દામાલ રિકવર કરીને અન્ય મુદામાલ સાથે આ તસ્કર ત્રીપુટી સામે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
