દ્વારકા: ભાટિયામાં સોનીની દુકાનમાંથી ૪.૩૧ લાખના દાગીના સેરવી જતો ગઠીયો

  • June 26, 2026 07:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ભાટિયામાં સોનીની દુકાનમાંથી ૪.૩૧ લાખના દાગીના સેરવી જતો ગઠીયો

દાગીના ખરીદી કરવાના બહાને કળા કરી ગયો : વેપારી આલમમાં ચકચાર

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને મૂળ જામ રાવલ ગામના વતની દિનેશભાઈ જેરામભાઈ પૈડા નામના ૬૬ વર્ષના સોની વેપારીની ભાટિયા ગામમાં ચાવડા માર્કેટમાં આવેલી સોની દિનેશભાઈ જેરામભાઈ નામની દુકાનમાં ગત તા. ૨૩ જૂનના રોજ સવારના સમયે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. અહીં આવેલા શખ્સે પોતાને સોનાના દાગીનાની ખરીદી કરવી હોય, તે બાબતે સોની વેપારીને વિશ્વાસમાં લઈ લીધા હતા.

આ દરમિયાન આ અજાણ્યા શખ્સએ યેનકેન પ્રકારે સોનાના બે નંગ ચેન મેળવી લીધા હોવાનું ખુલવા પામ્યું હતું. આમ, કુલ રૂપિયા ૪,૩૧,૦૦૦ ની કિંમતના ૨૭.૭૧૦ ગ્રામ વજનના સોનાના બે ચેન વિશ્વાસઘાત કરીને લઈ ગયો હોવાનું સોની વેપારી દિનેશભાઈ પૈડાની પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
​​​​​​​
આ સમગ્ર ઘટના સંદર્ભે કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે ભાટિયા ગામના વેપારી આલમમાં ભારે ચર્ચા જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application