જામજોધપુર ટાઉનમાં થયેલી રૂ.૧,૩૭,૦૦૦ ની કિંમતના રોટાવેટરની ચોરી નો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની ધરપકડ
જામજોધપુર પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ઝડપી કામગીરી હાથ ધરી છે, અને રૂ.૧,૩૭,૦૦૦ કિંમતનું ચોરાયેલું રોટાવેટર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવ ના માર્ગદર્શન હેઠળ જામજોધપુર ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જામજોધપુર પોલીસ સ્ટાફના સર્વેલન્સ દરમિયાન ચોરી થયેલા રોટાવેટર તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું લાલ રંગનું મેસી ટ્રેક્ટર નંબર જી.જે. -૭ ડીડી ૪૦૪૦ સાથે અભય સુભાષભાઈ ભડાણીયા (ઉ.વ. ૨૫), રહે. જામવાડી ગામ, જામજોધપુર, મયુરભાઈ ગોવિંદભાઈ બારીયા (ઉ.વ. ૨૧), રહે. વનાણાગામ, જામજોધપુર, વિજયભાઈ વરવાભાઈ વરૂ (ઉ.વ. ૩૧), રહે. કૃષ્ણગઢ- ભાણવડ અને વિશાલ નિલેશભાઈ કણસાગરા (ઉ.વ. ૧૯), રહે. સગરપા વિસ્તાર, જામજોધપુર વગેરેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
