દ્વારકા: ભાટિયામાં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી

  • July 23, 2026 06:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ભાટિયામાં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી

સામસામા પક્ષે મહિલાઓ સહિત આઠ સામે ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે મંગળવારે રાત્રે ફોનમાં વાત કરવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામસામા પક્ષે મહિલાઓ સહિત કુલ આઠ સામે ગુનો નોંધાયો છે.

આ પ્રકરણ અંગે ભાટિયા ગામમાં સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા મીરાબેન ભરતભાઈ મોદી નામના ૫૯ વર્ષના મહિલાએ આ જ વિસ્તારમાં રહેતા ધરમશી મનજીભાઈ નકુમ, મનજીભાઈ મુરજીભાઈ નકુમ, નીતાબેન ધરમશીભાઈ નકુમ અને હર્ષિત ધરમશીભાઈ નકુમ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી મીરાબેનનો પુત્ર તેમના ઘર પાસે ફોનમાં વાત કરી રહ્યો હતો, ત્યારે આરોપી ધરમશીભાઈએ તેના ઘરની બહાર આવીને આ યુવાનને કહેલ કે "તું અહીં કેમ ગાળો બોલે છે?" તેમ કહી, ઉશ્કેરાઈ ગયો હતો.

આ પછી આરોપી ધરમશીના પિતા, પત્નિ અને ભાઈ આ સ્થળે ધસી આવ્યા હતા અને ધરમશીએ બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી મીરાબેનની અલટો મોટરકારમાં પથ્થરનો ઘા મારી, રૂ. ૧૫,૦૦૦ જેટલી નુકસાની પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

સામા પક્ષે ધરમશીભાઈ મનજીભાઈ નકુમ (ઉ.વ. ૪૪) એ અભિ ભરતભાઈ મોદી, ભરતભાઈ મંગલદાસ મોદી, મીરાબેન ભરતભાઈ મોદી અને ક્રિષાબેન અભિભાઈ મોદી સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી ધરમશીભાઈના ઘર પાસે આરોપી અભી મોદી ગાળો બોલતો હોય, તેને ગાળો બોલવાની ના કહેતા આરોપી તથા તેમના પરિવારજનોએ પથ્થરના છુટા ઘા મારી, ફરિયાદી ધરમશીભાઈની આઈ-૨૦ મોટરકારમાં પથ્થર વડે રૂ. ૨૦,૦૦૦ ની નુકશાની કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે તમામ આઠ આરોપીઓ સામે બીએનએસ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application