દ્વારકા–ભીમરાણા વિભાગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યને કારણે કેટલીક ટ્રેનોનું સંચાલન પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ દ્વારકા અને ભીમરાણા સ્ટેશનો વચ્ચે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પુલિયા નિર્માણ કાર્ય અંતર્ગત આર.સી.સી. બોક્સ સ્થાપિત કરવાની મહત્વપૂર્ણ આધારભૂત સુવિધા સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીના મુજબ, આ બ્લોકને કારણે પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :
1) ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ, જે 10 જૂન, 2026ના રોજ ભાવનગર ટર્મિનસથી પ્રસ્થાન કરશે, તેને દ્વારકા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. તેથી આ ટ્રેન દ્વારકા અને ઓખા સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2) ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ, જે 11 જૂન, 2026ના રોજ દ્વારકા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે. તેથી આ ટ્રેન ઓખા અને દ્વારકા સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
3) ટ્રેન નંબર 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ, જે 11 જૂન, 2026ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડેથી રવાના થશે.
પશ્ચિમ રેલવે મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી પહેલાં ટ્રેનોના સમયપત્રક તથા સંચાલન સંબંધિત નવીનતમ માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES મારફતે અવશ્ય મેળવી લે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
