દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ઓબ્ઝર્વર જે.સી.પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
આ બેઠકમાં ઓબ્ઝર્વરશ્રીએ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો, ખંભાળિયા અને જામ રાવલ નગરપાલિકાઓની સામાન્ય અને સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી ન્યાયી અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અંગેની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઓબ્ઝર્વરશ્રીએ લોકશાહીના પર્વમાં કોઈપણ અડચણ વિના મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ ઓબ્ઝર્વરએ સંવેદનશીલ મતદાન મથકો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ ચૂંટણીઓ, વિવિધ મતદાન કેન્દ્રો, ઇવીએમનીની ફાળવણી, સ્ટ્રોંગ રૂમ, ઇવીએમની તાલીમ અને નિદર્શન, સ્વીપ અંતર્ગત કરવામાં આવતી કામગીરી સહિત વગેરે અંગેનું પ્રેઝન્ટેશન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ.જે.રાજપૂત દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
