ખંભાળિયા: સલાયામાં બે ઘરમાં ખાતર પાડતા તસ્કરો

  • June 29, 2026 06:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: સલાયામાં બે ઘરમાં ખાતર પાડતા તસ્કરો

દાગીના-રોકડ મળી કુલ ૫૮,૬૪૦નો મુદ્દામાલ ચોરાયો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ડી.વી. નગર વિસ્તારમાં રહેતા જુલેખાબેન અને અલી અસગરભાઈ ચબા નામના ૩૦ વર્ષના મુસ્લિમ માર્કેટ મહિલાના ઘરમાં શુક્રવારે રાત્રિના સમયે તસ્કરોએ પ્રવેશ કરી, તેમના ઘરના કબાટનું તાળું તોડી નાખ્યું હતું.

આ પછી આ કબાટમાં રાખવામાં આવેલા સોના ચાંદીના રૂ. ૩૭,૮૮૦ ની કિંમતના વિવિધ દાગીના તેમજ રૂ. ૬૦ ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૩૭,૯૪૦ ના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે.
​​​​​​​
અન્ય એક બનાવમાં આ જ વિસ્તારમાં રહેતા સમીરાબેન સદામભાઈ દાઉદભાઈ ચબા નામના ૨૬ વર્ષના મુસ્લિમ વાઘેર મહિલાના ઘરમાંથી પણ આ જ સમયે કોઈ તસ્કરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી અને કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા ૨૦,૭૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રૂપિયા ૧,૫૦૦ ની રોકડ મળી, કુલ રૂપિયા ૨૨,૨૦૦ નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જેને અનુલક્ષીને પોલીસે ધોરણસર ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવામાં માટેના ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application