ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પરવાનાવાળા હથિયારો સાત દિવસમાં જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.બી.પંડ્યાનો આદેશ
આ આદેશ અનુસાર, જામનગર જિલ્લાના તમામ આત્મરક્ષણ તથા પાકરક્ષણના પરવાનેદારોએ પોતાના હથિયારો દિન-૭માં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તેની પહોંચ મેળવી લેવાની રહેશે.
આ જાહેરનામામાં કેટલાક ચોક્કસ કિસ્સાઓમાં હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં ફરજ પરના મેજિસ્ટ્રેટશ્રીઓ, સરકારી અધિકારીઓ/કર્મચારીઓ, બેંકના રક્ષણ માટે નિયુક્ત સિક્યુરીટી ગાર્ડ, રાષ્ટ્રીયકૃત બેંકો કે એટીએમ સાથે સંકળાયેલી એજન્સીઓના હથિયારધારી ગાર્ડ તેમજ મોટા ઔદ્યોગિક એકમો અને વીજ કંપનીઓના સિક્યુરીટી સ્ટાફનો સમાવેશ થાય છે. આ મુક્તિ મેળવનાર ખાનગી સિક્યુરીટી ગાર્ડ પાસે સંબંધિત બેંક કે કંપનીના મેનેજરનું ફોટોગ્રાફ સાથેનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાત દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશને તમામ હથિયારો પરવાનેદારોને પરત સોંપવાની કાર્યવાહી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે શસ્ત્ર અધિનિયમની કલમ-૩૦ તથા ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
