જામનગર : ગોકુલનગર અને ચુર ગામમાં પાના ટીંચતા મહિલા સહિત દસ શખ્સની અટકાયત

  • May 07, 2026 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : ગોકુલનગર અને ચુર ગામમાં પાના ટીંચતા મહિલા સહિત દસ શખ્સની અટકાયત

બંને દરોડામાં ૨૦ હજારની રોકડ અને પત્તા કબ્જે 

જામનગરના ગોકુલનગર અને જામજોધપુરના ચુર ગામમાં તિનપત્તીનો જુગાર રમતા દસ શખ્સોને કુલ ૨૦ હજારની રોકડ સાથે સ્થાનીક પોલીસે પકડી લીધા હતા.

ગોકુલનગર પ્રજાપતી સોસાયટીમાં જુગાર રમતા રડાર રોડ ખાતે રહેતી કલ્પનાબેન બાબુ ચુડાસમા, રડાર ગેઇટ ક્રિષ્ના ટેનામેન્ટમાં રહેતા દિલીપ વશરામ પાથર, સોમનાથ સોસાયટીના વજશી અરજણ ગોજીયા, પાણાખાણના રમેશ પાલા વશરા અને મથુરા સોસાયટીના કિશોર નાનજી વાડોતરીયાને રોકડ ૧૪૫૦૦ અને ગંજીપતા સાથે અટકાયત કરી હતી, આ દરોડો સીટી-સી ડીવીઝન દ્વારા પાડવામાં આવ્યો હતો.

બીજા દરોડામાં જામજોધપુર તાલુકાના ચુર ગામમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા ભાણવડના કાટકોલા ગામના કિરણ સામત ડાંગર, કલ્યાણપુરના ભુપત ટપુ ગોજીયા, કાટકોલાના કાના જીવા કરમુર, હેમત પાલા ગાગીયા અને કાના પોલા કરંગીયા નામના શખ્સોને પકડી પાડી રોકડા ૫૫૭૦ અને ગંજીફો જપ્ત કર્યો હતો. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application