દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય તથા દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, ભારત સરકાર દ્વારા સંચાલિત અએ.ડી.આઈ.પી. યોજના (Assistance to Disabled Persons for Purchase/Fitting of Aids/Appliances) અંતર્ગત દિવ્યાંગજન માટે સહાયક સાધન અને ઉપકરણો વિતરિત કરવા માટે તાલુકાવાર એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ ખંભાળિયામાં જનરલ હોસ્પિટલ ખાતે, તા.૧૮/૦૨/૨૦૨૬ના રોજ દ્વારકામાં જનરલ હોસ્પિટલ ખાતે, તા.૧૯/૦૨/૨૦૨૬ના રોજ કલ્યાણપુરમાં જનરલ હોસ્પિટલ ખાતે, તા.૨૦/૦૨/૨૦૨૬ના રોજ ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં ૪૦% અથવા તેથી વધુ અપંગતા ધરાવતા પાત્ર દિવ્યાંગજનને તેમના ઉપયોગ માટે જરૂરી વ્હીલચેર, વોકર, કૃત્રિમ અંગો, શ્રવણયંત્ર, દૃષ્ટિ સહાયક સાધનો તથા અન્ય સહાયક ઉપકરણો માટે તબીબી અને તકનીકી એસેસમેન્ટ કરવામાં આવશે. દિવ્યાંગજનોએ અપંગતા પ્રમાણપત્ર (UDID/Disability Certificate), આધાર કાર્ડ, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, દસ્તાવેજો સાથે આવવાનું રહેશે.
જિલ્લાના તમામ પાત્ર દિવ્યાંગજનોએ કેમ્પનો લાભ લઈ નિર્ધારિત તારીખે એસેસમેન્ટ કેમ્પમાં હાજર રહેવા માટે અપીલ છે. કેમ્પ સંબંધિત વધુ માહિતી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી શકાશે. વ્હીલચેર, વોકર, કૃત્રિમ અંગો, શ્રવણયંત્ર, દૃષ્ટિ સહાયક સાધનો માટે ૪૦% દિવ્યાંગતા અને છેલ્લા ૩ વર્ષથી ઉપકરણ ન મેળવેલ હોય, મોટરાઈઝડ ટ્રાઇસીકલ અને મોબાઈલ મેળવવા માટે ૮૦% દિવ્યાંગતા અને છેલ્લા ૫ વર્ષથી ઉપકરણ ન મેળવેલ હોય એ લાયકાતના ધોરણ નક્કી કરાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
