સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિમિટેડ જામનગર દ્વારા કુટુંબ સહાય યોજનાનો સભાસદોના વારસદારને ચેક અર્પણ
જામનગર શહેરમાં ઇન્દિરા ગાંધી માર્ગ પર આવેલ સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ જામનગર દ્વારા સમય અંતરે તેમના સભાસદોને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેક વિતરણ કરવામાં આવતા હોય છે.
જેના ભાગરૂપે જામનગરના ૬૪ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ નાથાભાઈ સંઘાણીને જેને રૂપિયા ૨૧,૦૦૦ હજારની તેમજ ગુલાબનગર વિસ્તારમાં રહેતા જીગ્નેશભાઈ રતિલાલ ચંદ્રેશાને જેને રૂપિયા ૨૧,૦૦૦ ની તેમજ ગોકુલનગર વિસ્તારમાં રહેતા પુષ્પાબેન ભાવિનભાઈ સાંગાણીને જેને રૂપિયા ૧,૦૦,૦૦૦ લાખની તેમજ આશીર્વાદ એવન્યુ, રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતા હંસાબેન અરવિંદભાઈ અંટાળાને જેને રૂપિયા ૨૧,૦૦૦ ની તેમજ લાખાબાવળ ગામમાં રહેતા રહવીબેન દેવાભાઈ થુંગાને જેને રૂપિયા ૫૦,૦૦૦ હજારની સહાયનો ચેક વિતરણ કરવામાં આવ્યો હતો.
આ સમયે સોસાયટીના ચેરમેન દિનેશભાઈ એમ. ડાંગરિયા, મેનેજીંગ ડીરેક્ટર રમેશભાઈ એચ. પણસારા તેમજ ડીરેક્ટર મગનભાઈ ચાંગાણી, વસરામભાઈ ચોવટિયા, ભાણજીભાઈ પાંભર, તુલશીભાઈ મુંગરા, કરશનભાઈ ટીંબડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
