ખંભાળિયામાં મંદિરની ગૌશાળામાં સફળ રેસ્ક્યુ કામગીરી

  • July 22, 2026 06:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં મંદિરની ગૌશાળામાં સફળ રેસ્ક્યુ કામગીરી

ખંભાળિયા શહેરના બેઠક રોડ પાસે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરની ગૌશાળામાં મંગળવારે એક ગૌમાતા અચાનક કૂવામાં પડી જતાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. આ બનાવની જાણ થતાં અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક આ સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનોના સહયોગથી સંયુક્ત રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
​​​​​​​
આ પછી ભારે જહેમત બાદ ગાયને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. રેસ્ક્યુ દરમિયાન તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી હતી અને ગૌમાતાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. આ કામગીરીમાં સહયોગ બદલ સ્થાનિક રહીશોએ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો તથા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application