રાજકોટ ડિવિઝનની તકનીકી ક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ: જામનગર જિલ્લાના અલિયાવાડા સ્ટેશન પર 3 વિશાળ ગર્ડરનું સફળ લોન્ચિંગ
નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ કાર્ય હેઠળ માત્ર 3 કલાકના બ્લોકમાં 4 રેલવે ટ્રેક પર સફળતાપૂર્વક ગર્ડર લોન્ચિંગ કરવામાં આવ્યું
મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની દિશામાં રાજકોટ ડિવિઝને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત અલિયાવાડા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ માટે 37.28 મીટર લંબાઈ ધરાવતા 3 વિશાળ ગર્ડરનું સફળ અને સુરક્ષિત લોન્ચિંગ કાર્ય 24 મે, 2026 ના રોજ કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્ય માત્ર 3 કલાકના બ્લોકમાં 4 રેલવે ટ્રેક પર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ કાર્ય અત્યંત સાવચેતી, શ્રેષ્ઠ સંકલન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું, જે રાજકોટ ડિવિઝનની કાર્યક્ષમતા, તકનીકી કુશળતા અને ઉત્કૃષ્ટ આયોજનનું પ્રતીક છે.
નવા FOB ના નિર્માણથી અલિયાવાડા સ્ટેશન પર મુસાફરોને પ્લેટફોર્મ વચ્ચે સુરક્ષિત અને સરળ અવરજવરની વધુ સારી સુવિધા મળશે. આ સાથે જ સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓમાં વધુ સુધારો થશે અને મુસાફરીનો અનુભવ વધુ અનુકૂળ તેમજ સહજ બનશે.
આ પ્રસંગે રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “રાજકોટ ડિવિઝન મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત કાર્યરત છે. અલિયાવાડા સ્ટેશન પર FOB નું આ કાર્ય મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવાની સાથે-સાથે ડિવિઝનના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી મજબૂતી આપશે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
