રવિવારે દ્વારકાના દરિયામાં દેખાયો જોરદાર કરંટ: સહેલાણીઓને પડી ગઇ મોજ

  • June 01, 2026 06:50 AM 

રવિવારે દ્વારકાના દરિયામાં દેખાયો જોરદાર કરંટ: સહેલાણીઓને પડી ગઇ મોજ

ગઇકાલે પુરૂષોતમ માસની પૂનમે માનવ મહેરામણની સાથો સાથ જાણે દ્વારકાનો દરીયો દ્વારકાધિશના છપ્પન સીડીએ સ્પર્શ કરવા મોજમાં આવી ગયો હતો, ૮ થી ૧૦ ફુટ મોજા કરન્ટના કારણે ઉછળ્યા હતા, હિન્દુ ધર્મમાં પુનમનું અનેરૂ મહત્વ હોય છે તેમા પણ પુરૂષોતમ મહિનાની પુનમ એટલે દ્વારકાધિશના દર્શન કરવા કૃષ્ણ ભકતો મધુસુદનના દર્શન કરવા ઘેલા બન્યા હતા, તેમની સાથો સાથ જાણે દરીયો પણ મોજમાં આવ્યો હતો કરન્ટના કારણે ૮ થી ૧૦ ફુટ મોજા ઉછળતા કૃષ્ણ ભકતો અને સહેલાણીઓ પણ ગેલમાં આવી ગયા હતા, અધિક માસની પુનમે ગોમતીમાં સ્નાન કરવાનું અનેરૂ મહત્વ હોય છે, શનિવારથી રવિવાર મોડી રાત સુધી લાખો કૃષ્ણ ભકતો ગોમતીમાં સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંઘ્યુ હતું, તંત્ર દ્વારા કોઇ અનીચ્છનીય ઘટના ન બને તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application