જામનગર: ગુલાબનગરમાં વૃઘ્ધ પર છરીબાજી : મારી નાખવાની ધમકી

  • July 23, 2026 06:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગુલાબનગરમાં વૃઘ્ધ પર છરીબાજી : મારી નાખવાની ધમકી

ભરણપોષણના કેસમાં કોર્ટમાં સાથે જવાનો ખાર કારણભુત : ચાર સામે ફરીયાદ

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં કોર્ટના કેસમાં આવવા જવા બાબતનો ખાર રાખીને સતવારા વૃઘ્ધને છરી અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી દીધાની ચાર શખ્સો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે. 

ગુલાબનગરના દયાનંદ સોસાયટીમાં રહેતા લવજી બચુભાઇ નકુમ (ઉ.વ.૬૭)  નામના વૃઘ્ધે સીટી-એ ડીવીઝનમાં ગુલાબનગરમાં રહેતા વિજય લવજી કણજારીયા, ટીનો ભરવાડ, વિભાપરના વસંત ઉર્ફે છોટુ અને ગુલાબનગરના સાહિલ વિજય કણજારીયા નામના ચાર શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદીના મામાના દિકરા શનીને આરોપી વિજયના દિકરી સાથે લગ્ન થયા હોય તેનો ભરણપોષણનો કેસ કોર્ટમાં ચાલતો હોય ફરીયાદી શની સાથે કોર્ટમાં આવતા જતા હોય જે બાબતનો ખાર રાખીને તા. ૨૧ના ગુલાબનગર વિસ્તારમાં આવેલ સત્યસાંઇનગર સોસાયટીના ગેઇટ સામે આરોપીઓએ માથાકુટ કરી હતી.
​​​​​​​
વિજયે છરી વડે હુમલો કરી ફરીયાદી લવજીભાઇને કાંડાના ભાગે ઇજા પહોચાડી હતી, ટીનાએ છરી વડે કોણીના ભાગે ઘા ઝીંકી દીધો હતો અને અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ એક આરોપીએ મારી નાખવાની ધમકી દીધી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application