જામનગર: ભોજાબેડી નજીક મેટાડોર પલટી જતા છ થી સાત શ્રમિકોને ઈજા

  • June 20, 2026 07:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ભોજાબેડી નજીક મેટાડોર પલટી જતા છ થી સાત શ્રમિકોને ઈજા

ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગર ખસેડાયા

જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામ નજીક મેટાડોર પલટી ખાઈ જતા છ થી સાત શ્રમિકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જે તમામ ને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.

જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામ નજીક થી એક  માલવાહક મેટાડોરમાં કેટલાક શ્રમિકો પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક કોઈ કારણસર મેટાડોર પલટી ખાઈ જતા તેમાં મુસાફરી કરેલા છ થી સાત શ્રમિકો ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમયે ત્યાંથી પસાર થતાં કેટલાક રાહદારીઓ અને વાહન ચાલકો ઈજાગ્રસ્તો ની મદદે આવ્યા હતા. અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ  પોલીસ કર્મચારીઓ પણ દોડી ગયા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application