સલાયામાં ૫, ૧૦, અને ૨૦ રૂપિયાની નોટોની ભારે અછત

  • July 07, 2026 06:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં સલાયામાં ૫, ૧૦, અને ૨૦ રૂપિયાની નોટોની ભારે અછતની ભારે અછત

વેપારીઓ અને ગ્રાહકો બંને ભારે પરેશાન, લીડ બેંક દ્વારા ઉકેલ લાવવા માંગ

સલાયામાં હમણાં છેલ્લા ઘણા સમયથી રૂપિયા પાંચ,દસ અને વીસ ની નોટ તેમજ સિક્કાઓની ભારે અછત જોવા મળી રહી છે. બેંકો પાસે પણ નાનું ચલણ નથી એવું કહેવામાં આવે છે. હાલ લોકોને કોઈ પણ વસ્તુ ખરીદવા માટે છૂટા પૈસા આપવામાં ભારે તકલીફ પડી રહી છે. 

દુકાનોમાં વેપારી પાસે પણ આ નાના ચલણની નોટો અને સિક્કાઓની ભારે અછત છે જેથી ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે પણ સંઘર્ષો ઉદભવે છે. વેપારી દ્વારા કરંટ ખાતા જે બેંકોમાં છે એમને બેંક પાસે માંગણીઓ કરી છતાં બેંક દ્વારા સિક્કા અથવા નોટો આપવામાં આવતી નથી. જેથી સમગ્ર સલાયા વિસ્તારમાં ભારે મુશ્કેલી પડી રહી છે. અત્યારે સલાયામાં મુસ્લિમભાઈઓમાં લગ્નની સિઝન છે. 

અત્યારે ફિશીંગ બંધ હોવાથી મુસ્લિમ સમાજના લોકો પોતાના પરિવારના સારા પ્રસંગો એટલે જે લગ્ન કરે છે.જેથી આવા પ્રસંગ વારા ઘરોમાં પણ ૧૦ અને ૨૦ રૂપિયાની નોટોની જરૂરત ઊભી થાય છે. વળી નાના વેપારીઓ જેવા કે આઇસક્રીમ,ઠંડા પીણા તેમજ અનાજ અને રાશનની દુકાનદારો તેમજ ગેસ એજન્સીઓ વગેરે ધંધામાં છૂટા પૈસાની અછત હોય જેથી તકલીફ પડી રહી છે. 

હવે વેપારીઓ લિડ બેંક અને રિજિયોનલ ઓફિસ સામે આશા માંડીને બેઠા છે કે હવે એ કઈ રસ્તો કરી આમ પ્રજા ના પ્રશ્નનું નિરાકરણ લાવે. ૧૦ અને ૨૦ વાળા સિક્કા પણ જો બેંક દ્વારા વિતરણ કરાઇ તો સલાયામાં છૂટા પૈસા પ્રશ્ન હલ થઈ શકે એમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application