મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં સ્થાન મેળવી દ્વારકાના રૂચિત ભોચીયા (આહીર) એ હાલાર પંથકનું ગૌરવ વધાર્યું
રાજ અંગદ બાવાને કોઇ ઇન્જરીના કારણે સીરીઝમાંથી બહાર રીપ્લેસમેન્ટમાં સ્થાન મળ્યુ
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર હાલાર પંથક માટે રમતગમત ક્ષેત્રે ખૂબ જ આનંદ અને ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હાલારના યુવા ક્રિકેટરે ધમાકેદાર એન્ટ્રી કરી છે. મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ સત્તાવાર જાહેરાત કરીને સૌરાષ્ટ્રના ૨૫ વર્ષીય પ્રતિભાશાળી વિકેટકીપર-બેટ્સમેન રૂચિત ભોચીયા (આહીર) ને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામના વતની એવા રૂચિત આહીરે આ સિદ્ધિ મેળવતા જ તેમના વતન અને સમગ્ર આહીર સમાજ સહિત રમતપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે અને સોશિયલ મીડિયા પર તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં આ મહત્ત્વનો ફેરફાર ઓલરાઉન્ડર રાજ અંગદ બાવાની ઇજાના કારણે કરવામાં આવ્યો છે. રાજ અંગદ બાવા અંગૂઠાની ઇજા (લિગામેન્ટ ટીયર) નો ભોગ બનતા ચાલુ સીઝનમાંથી બહાર થઈ ગયા છે, જેને પગલે મુંબઈ ઇન્ડિયન્સ મેનેજમેન્ટે સ્થાનિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા રૂચિત ભોચીયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે રૂચિતને ૩૦ લાખની બેઝ પ્રાઈઝ ચૂકવીને પોતાની ટીમની સ્ક્વોડમાં સામેલ કર્યો છે. આ ફેરફાર ઉપરાંત, ટીમે વધુ એક મોટો નિર્ણય લેતા ઇજાગ્રસ્ત ક્વિન્ટન ડી કોકના રિપ્લેસમેન્ટ તરીકે રાજસ્થાનના જાણીતા બેટિંગ ઓલરાઉન્ડર મહીપાલ લોમરોરને પણ ટીમમાં સ્થાન આપ્યું છે.
સૌરાષ્ટ્રની ટીમ તરફથી સ્થાનિક કક્ષાએ વિકેટકીપિંગ અને બેટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રૂચિત ભોચીયા (આહીર) હવે આઇપીએલના મંચ પર મુંબઈ ઇન્ડિયન્સની બ્લુ જર્સીમાં જોવા મળશે. એક નાના ગામડામાંથી આવીને ક્રિકેટના આ સૌથી મોટા પ્લેટફોર્મ સુધી પહોંચવાની તેમની આ સફર હાલાર પંથકના અનેક ઊગતા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે. દેવભૂમિ દ્વારકાના રાજપરા ગામના આ યુવા રત્ને આઇપીએલમાં પસંદગી પામીને પ્રાદેશિક સ્તરે રમતગમતના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચ્યો છે અને સમગ્ર હાલાર પંથકનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
