રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ "પ્રગતિ પથયાત્રા" અંતર્ગત શિવરાજપુર બીચ તથા બેટ દ્વારકાની મુલાકાત લીધી

  • June 11, 2026 04:46 AM 

રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ "પ્રગતિ પથયાત્રા" અંતર્ગત શિવરાજપુર બીચ તથા બેટ દ્વારકાની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી અને સશક્ત નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા ૧૨ વર્ષોમાં વિકાસના અનેક નવા આયામો સર કર્યા છે.કેન્દ્ર સરકારના આ સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી નિમિત્તે 'પ્રગતિ પથ યાત્રા' અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી. વધુમાં તેમણે શિવરાજપુર બીચ ખાતે વિવિધ યાત્રિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ દેવભૂમિ દ્વારકાની ઓળખ સમા સુદર્શન સેતુની મુલાકાત લઈ બેટ દ્વારકાના મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. 

પ્રગતિ પથ યાત્રામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, મામલતદાર અનિલ ભેડા, અગ્રણી મયુરભાઈ ગઢવી તેમજ અને સ્થાનિકો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application