રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર: ઓખા–ભાવનગર એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે
આરક્ષિત સીટોની ઉપલબ્ધતા વધશે, મુસાફરી વધુ આરામદાયક બનશે
રાજકોટ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો તૃતીય વાતાનુકૂલિત (થર્ડ એસી) કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી ખાસ કરીને પીક સીઝન દરમિયાન આરક્ષિત સીટોની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો થશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સુવિધા નીચે મુજબની તારીખોથી અમલમાં આવશે:
૧) ટ્રેન સંખ્યા 19210 (ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ): 02 જૂન 2026 થી.
૨) ટ્રેન સંખ્યા 19209 (ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ): 01 જૂન 2026 થી.
સુધારેલી કોચ સંરચના:
મુસાફરોની સુવિધા માટે આ વધારાના કોચનું બુકિંગ પીઆરએસ (PRS) કાઉન્ટર અને આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
