શ્રી ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે
શ્રી ધીરુભાઈ અંબાણીની જન્મજયંતી પૂર્વે બેડ ગામે કંપનીના સામાજિક ઉતરદાયિત્વ કાર્ય અન્વયે તૈયાર થનાર હાઈસ્કૂલની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. પર્યાવરણ મિત્ર (ગ્રીન) ડિઝાઇનથી નિર્માણ પામનારી આ શાળામાં 6 વર્ગખંડ, પ્રિન્સિપાલ અને સ્ટાફ રૂમ, વિદ્યાર્થિનીઓ-વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે અલગ-અલગ સેનિટેશન સુવિધાઓની સાથોસાથ કમ્પાઉન્ડ વોલ અને આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. ઉપરાંત શાળામાં સોલાર પાવર સિસ્ટમ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, સીસીટીવી કેમેરા સહિતની આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિજ્ઞાન પ્રયોગશાળા, રમતગમત અને સંગીતના સાધનો તથા શાળા ફર્નિચર પણ રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝ દ્વારા પૂરુ પાડવામાં આવશે.
જયારે, મોટી ખાવડી ખાતે બાલિકાઓમાં રમતગમત પ્રત્યે રસ વધારવા તથા તેમને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાની તક પૂરી પાડવાના હેતુથી રિફાઇનરી નજીક આવેલા ગામોની 12 સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધો.5થી 8ની વિદ્યાર્થિનીઓ વચ્ચે શ્રી ધીરુભાઈ અંબાણી ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ–2025 યોજાઈ હતી. નોકઆઉટ પદ્ધતિએ યોજાયેલી ટેનિસ બોલ ટુર્નામેન્ટમાં પ્રત્યેક ક્લસ્ટરની છ લેખે બે ક્લસ્ટરની 12 ટીમો વચ્ચે વચ્ચે રસાકસીભરી મેચો રમાઈ હતી. અંતે ફાઈનલમાં મેઘપર તાલુકા શાળાની ટીમે મોટીખાવડી કન્યા પ્રાથમિક શાળાની ટીમને હરાવી ટુર્નામેન્ટમાં વિજય મેળવ્યો હતો. બાળિકાઓમાં ખેલભાવના અકબંધ રહે તે માટે તમામ ટીમોને ક્રિક્રેટની કીટ સહિતના સાધનો ભેટ આપવામાં આવ્યા હતા. આ વેળાએ સહભાગી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો, મેઘપર અને મોટીખાવડીના સીઆરસી કો-ઓર્ડિનેટર, શિક્ષકો, મોટીખાવડીના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો તથા રિલાયન્સ પરિવારના આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામે રિલાયન્સ ઈન્ડ્રસ્ટીઝની આ પ્રવૃતિઓને બિરદાવી હતી.
ઉપરાંત, બેડ, ગાગવાધાર, મુંગણી, જોગવડ, સિક્કા પંચવટી, વચ્છરાજ બિમાર ગાય ગૌશાળા તથા જૂનાગઢની મેંદપરાની મળી કુલ સાત ગૌશાળા ખાતે ૧૪ હજાર કિલો લીલા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સિક્કા ખાતે ખારાઈ ઊંટ સંભાળ શિબિર યોજી ૧૩૪ ઊંટોને સારવાર આપવામાં આવી હતી. તો, જામનગર સ્થિત ૧૧ સામાજિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો, ખાસ કરીને દિવ્યાંગ શાળા તાલીમ કેન્દ્રોને કરિયાણા સહાય, નવાણિયા ગૌશાળાનું હસ્તાંતરણ, ગ્રામીણ મહિલા જૂથ ઉદ્યોગ સ્વશ્રયને ઓટોમેટિક નાસ્તા પેકિંગ મશીન સહાય તથા રિલાયન્સ દ્વારા સંચાલિત અલગ-અલગ ચાર ઝૂંપડપટ્ટી વિસ્તારની આંગણવાડીને બ્લૂટૂથ સ્પીકર અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને ૨૧ સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી અર્પણ કરવા સહાય મંજૂર કરવામાં આવી હતી. આ સાથે કંપનીના સીએસઆર ફંડમાંથી જુનાગઢ જિલ્લાના કરિયા ગામે સ્મશાનઘાટ તથા પસવાડા માધ્યમિક શાળામાં ટોઈલેટ બ્લોક્સનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
