જામ્યુકોના સોલીડ વેસ્ટ વિભાગના બે કર્મચારી વચ્ચે ડખ્ખો, મામલો પોલીસમાં પહોંચ્યો

  • July 06, 2026 08:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોના સોલીડ વેસ્ટ વિભાગના બે કર્મચારી વચ્ચે ડખ્ખો, મામલો પોલીસમાં પહોંચ્યો

એક કર્મચારીએ અન્યને ગાળો ભાંડી ફડાકો ઝીંકયાની રાવ, કર્મચારીઓમાં ભારે ચકચાર 

ડખ્ખા બાદ ફડાકો ઝીંકનાર કર્મચારી નાસી ગયો, પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસ

જામનગર સોલીડ વેસ્ટ વિભાગના બે કર્મચારી વચ્ચે ડખ્ખો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. એક કર્મચારીએ અન્ય કર્મીને ગાળો ભાંડી ફડકા ઝીંકયાની રાવના પગલે કર્મચારીઓમાં ભારે ચકચાર જાગી છે. ડખ્ખા બાદ ફડાકો ઝીંકનાર કર્મચારી નાસી ગયો હતો. પોલીસે આ મામલે બંને વચ્ચે સમજાવટના પ્રયાસ હાથ ધર્યા છે. 

જામનગર મહાનગરપાલીકાની સોલીડ વેસ્ટ શાખામાં છેલ્લાં ઘણા સમયથી સાથેે ફરજ બજાવતા અને મિત્ર એવા બે કર્મચારી વચ્ચે સોમવારે સવારે કોઇ કારણસર ડખ્ખો થયો હતો. આટલું જ નહીં એક કર્મચારીએ અન્ય કર્મીને ગાળો ભાંડી ફડાકો ઝીંકી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે કર્મચારીઓમાં ભારે ચકચાર સાથે અફડાતફડી મચી ગઇ હતી. ડખ્ખો થયા બાદ ફડાકો ઝીંકનાર કર્મચારી નાસી ગયો હતો. બીજી બાજુ જે કર્મચારીને ફડાકો માર્યો તે કર્મચારીએ પોલીસને બોલાવી હતી. આથી પોલીસ દોડી આવી હતી અને મનપાના પટાંગણમાં બંને કર્મચારી વચ્ચે સમજાવટના પ્રયાસ હાથ ધર્યા હતાં. આટલું જ નહીં નાસી ગયેલા કર્મચારીને બોલાવવા પોલીસે પ્રયાસો કર્યા હતાં. પરંતુ તે આવ્યો ન હતો. બીજી બાજુ જે કર્મચારીને ફડાકો માર્યો તે કર્મચારીએ હું હાજરી પૂરતો હતો ત્યારે અચાનક તે કર્મચારીએ આવી ગાળો ભાંડી ફડાકો માર્યો હોવાની રજૂઆત પોલીસને કરી હતી. પોલીસે બોલાવવા છતાં ફડાકો મારનાર કર્મચારી મનપાના પટાંગણમાં  આવ્યો ન હતો. આથી આ સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે. બીજી બાજુ મનપાના બે કર્મચારી વચ્ચે ડખ્ખો અને ફડાકાના બનાવથી મનપાના અન્ય કર્મચારીઓમાં ભારે ચકચાર સાથે તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application