જામનગરમાં સિટી એ. ડિવિઝન પોલીસે વેગનઆર કારમાંથી ૧૦૧ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો
ઈંગ્લીશ દારૂનો જથ્થો અને કાર સહિત રૂ.૦૫,૭૧,૫૦૦ નો મુદામાલ કબ્જે : કારમાં દારૂ રેઢો મુકનાર બૂટલેગર ની શોધખોળ
જામનગર શહેરના ઠેબા ચોકડી રોડ થી રાધિકા સ્કુલ નજીક વ્હાઇટ વેગનઆર કારમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળતાં સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા બાતમીના આધારે સ્ટાફએ વોચ ગોઠવી હતી. તે દરમ્યાન પોલીસને જોઇ કારચાલક કાર મૂકી પલાયન થઈ ગયો હતો. બાદમાં પોલીસે જી.જે.૨૩.બી.ડી.૯૭૩૪ નંબરની વેગનઆર કારને આંતરી તેની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડ ની કાચની કંપની શીલબંધ બોટલ નંગ ૧૦૧ જેની કિંમત રૂ.૫૬,૫૦૦ તથા એક મોબાઇલ ફોન જેની કિંમત રૂ.૧૫,૦૦૦૦ અને મારૂતિ સુઝુકી વેગનઆર કાર જેની કિંમત રૂ.૦૫,૦૦,૦૦૦ સહિત કુલ રૂ.૦૫,૭૧,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા આરોપી આનંદ ઉર્ફે બાડો નાનજીભાઇ ભદ્રા (રહે.ભાનુશાળી પરા, બાળકોનો સ્મશાન નજીક, જામનગર) નામના બુટલેગરની શોધખોળ આરંભી હતી.
આ કામગીરી જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. વિપુલસિંહ ડોડીયા ના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ ટીમ ના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
