જામનગર: હળાહળ કળીયુગ: જામજોધપુર પંથકમાં પુત્રીનું શિયળ લૂટયું
પિતા-પુત્રીના પવિત્ર સબંધને શરમાવે તેવી ચોંકાવનારી ઘટનાથી ચકચાર
નરાધમ પિતા સામે ચોતરફથી ફીટકારની લાગણી : આરોપીની ધરપકડ : ટાઉન વિસ્તારમાં પાડોશીઓ સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યો : ડીએનએ ટેસ્ટની તજવીજ
જામજોધપુર પંથકમાં પિતા-પુત્રીના પવિત્ર સબંધને શરમાવે તેવી ચોકાવનારી ઘટના પોલીસ મથકે પહોચતા ભારે ચકચાર મચી જવા પામી છે, જેમાં સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી જાતીય શોષણ કર્યાની પિતા સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસે આરોપી નરાધમને દબોચી લીધો છે, દરમ્યાનમાં જામજોધપુર ટાઉન વિસ્તારમાં અન્ય એક મામલો પોલીસમાં નોંધાયો છે જેમાં પાડોશી શખ્સે સગીરા સાથે શારીરીક સબંધ બાંધીને એ પછી ગર્ભપાત કરાવી નાખ્યાની ફરીયાદ નોંધાઇ છે જેમાં આરોપીની અટક કરી ડીએનએ ટેસ્ટ સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.
જાણવા મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી એક પરિવારની સગીર પુત્રી પર તેના પિતાએ નજર બગાડીને ધાક ધમકીઓ આપીને દુષ્કર્મ આચર્યુ હતું અંદાજે છેલ્લા ૩ વર્ષથી પુત્રી પર જાતીય શોષણ ગુજારતો હોવાના આરોપી સાથેની ફરીયાદ જામજોધપુર ખાતે નોંધાઇ છે.
પીડીતા જે તે વખતે સગીર વયની હતી તે સમયગાળાથી નરાધમ પિતા ધાક ધમકીઓ આપીને શોષણ કરતો હતો લાંબા સમયથી ચાલતા આ કૃત્યથી કંટાળીને આખરે પુત્રીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે પોલીસ દ્વારા પોકસો સબંધીત સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને બનાવની ગંભીરતા ઘ્યાને લઇ તાકીદની અસરથી આરોપી નરાધમ પિતાની અટકાયત કરીને કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યાનો મામલો પોલીસ મથકે પહોચતા ભારે ચકચાર મચી જવા પામી છે, નરાધમ સામે ચોતરફથી ફીટકારની લાગણી વરશી રહી છે અન કડકમાં કડક સજાની માંગણી પર ઉઠવા પામી છે, પિતા-પુત્રીના પવિત્ર સબંધને શર્મસાર કરતી આ ઘટનાથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે, હાલ પોલીસે મેડીકલ ચકાસણી સહિતની કાર્યવાહી નો દોર આગળ ધપાવ્યો હતો.
અન્ય એક બનાવમાં જામજોધપુર ટાઉન વિસ્તારમાં રહેતી સગીરા સાથે પાડોશમાં રહેતા એક શખ્સે પરિચય કેળવીને સબંધો વધારી તેણી સાથે શારીરીક સબંધ બાંઘ્યો હતો જેનાથી તેણીને ગર્ભ રહી ગયો હતો અને ત્યાર બાદ ગોળી ખવડાવીને ગર્ભપાત કરાવી નાખી હોસ્પીટલે જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને આ અંગે આરોપી સામે ફરીયાદ નોંધીને જામજોધપુર પોલીસ દ્વારા મેડીકલ પરીક્ષણ તેમજ ડીએનએ ટેસ્ટ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમા બે દિવસ પહેલા ૧૫ વર્ષના વિધાર્થીને અગાઉ ૨૦ રૂપીયા દુકાનદારે આપ્યા હતા એ પછી ૩ હજારના મામલે અઘટીત માંગણી કરીને ધમકી દીધાની ફરીયાદ આરોપી સામે નોંધાવવામાં આવી હતી જે પ્રકરણમાં પણ પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે આમ જામજોધપુર પંથકમાં ૨૪ કલાકના સમયગાળામાં પોકસો, જાતીય શોષણના ૩ મામલા પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
