દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામપર ગામે યોજાઈ ‘જનકલ્યાણ શિબિર’

  • June 20, 2026 05:59 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામપર ગામે યોજાઈ ‘જનકલ્યાણ શિબિર’

વિવિધ સ્ટોલ દ્વારા નાગરિકોને યોજનાઓની અરજી અને અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ

અગ્રણીઓના હસ્તે લાભાર્થીઓને લાભ વિતરણ, વૃક્ષારોપણ, સ્વછતા ઝુંબેશ વગેરે કાર્યક્રમો યોજાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના જામપર  સવારે ૯ થી સાંજે ૫ કલાક દરમિયાન “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના” અને વિકસિત ભારત સંકલ્પ@૨૦૨૭ની ઉજવણીરૂપે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 

શિબિરમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો, પ્રમાણપત્રો તથા સહાયના લાભો અર્પણ કરવામાં આવ્યા હતા.  ઉપસ્થિત નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રમુખ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. 

આ શિબિરમાં લાભાર્થીઓને પીએમ સૂર્ય ઘર યોજના, વ્હાલી દીકરી યોજના, લખપતિ દીદી યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, પીએમ કિસાન યોજના, ફાર્મર રજિસ્ટ્રેશન, તાર ફેન્સિંગ યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના, નમો યોજના, પી.એમ.જે.એ.વાય. યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગો માટેની આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના, આધાર કાર્ડ સેવા સહિત અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓની અરજી કરવા અંગેની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. 

આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application