ખંભાળિયા: ધારાસભ્ય મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાણવડ ખાતે ‘જન ચેતના વર્કશોપ’ યોજાયો

  • July 17, 2026 06:56 AM 

ખંભાળિયા: ધારાસભ્ય મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાણવડ ખાતે ‘જન ચેતના વર્કશોપ’ યોજાયો
 
જન આરોગ્ય નેતૃત્વ કોમ્યુનિટી એંગેજમેંટ ફોર હેલ્થી તાલુકા એક્સન્સ એટલે કે જન ચેતના અંતર્ગત ભાણવડ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જન ચેતના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય મૂળુભાઇ બેરા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ જેઠવા, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ પ્રિતેશભાઈ ડાંગર , ભાણવડ નગરપાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ ઉન્નડક્ટ, નિરામય એન.જી.ઓ ના ડો હાર્દિક, અગ્રણી દેવશીભાઈ કરમૂર સહિત  તાલુકા પંચાયત સભ્યો અને આરોગ્ય વિભાગના તબીબો અને સુપરવાઈઝર્સ જોડાયાં હતાં. 

આ વર્કશોપમાં આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા, જન્મ સમયે ઓછા વજનવાળા બાળકો, તમાકુનું વ્યસન, આયુષ્માન કાર્ડ યોજના, વિવિધ બિન સંચારી રોગો બ્લડ પ્રેશર ,ડાયાબિટીસ વિશે તેમજ ચોમાસા દરમિયાન રોગચાળા નિવારણ અન્વયે તાલુકા હેલ્થ ઓફિસર ડો.પ્રકાશ ચાંડેગ્રાના સંચાલનમાં સર્વે અધિકારી તેમજ પદાધિકારીઓ સમક્ષ ચર્ચા અને ચિંતન કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ પાણી, સ્વરછતા, પીવાના પાણીનું ક્લોરિનેશન, આરોગ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓમાં યોગદાન, નિયમિત આરોગ્ય તપાસ, નિયમિત રક્તદાન કેમ્પ, કુપોષિત બાળકો માટે વિશેષ કામગીરી વગેરે વિષય પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય જ પહેલું સુખ છે તેથી દરેક સશક્ત બને નીરોગી રહે તે સંદેશ સાથે વર્કશોપની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application