આજે જામનગરમાં રાજકીય ગરમાવો: ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એક જ દિવસે જામનગરની મુલાકાતે
જામનગરમાં આજે રાજકીય પ્રવૃત્તિઓ તેજ બનવા જઈ રહી છે. ગુજરાત ભાજપ અને ગુજરાત કોંગ્રેસ બંને પક્ષના પ્રદેશ અધ્યક્ષ આજે એક જ દિવસે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. જેના કારણે શહેરમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ:
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીની સુપુત્રીના લગ્ન સમારોહમાં હાજરી આપશે. લગ્ન સમારોહ ઓશવાળ સેન્ટર ખાતે યોજાનાર છે. આ પ્રસંગે પક્ષના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. લગ્ન પ્રસંગ બાદ તેઓ પક્ષના હોદ્દેદારો સાથે ટૂંકી ચર્ચા પણ કરી શકે છે તેવી શક્યતા છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સંગઠનાત્મક બેઠકો:
બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આજે જામનગર આવી રહ્યા છે. તેમની સાથે વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક, તુષાર ચૌધરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના અગ્રણી નેતાઓ પણ જામનગર પહોંચશે.
કોંગ્રેસના નેતાઓ જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની સંગઠનાત્મક સમીક્ષા બેઠકોમાં ખાસ હાજરી આપશે. આ બેઠકોમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, સંગઠન મજબૂતી અને સરકારની નીતિઓ સામે લોકોમાં જાગૃતિ લાવવા અંગે ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકો માટેનું સ્થળ જામનગર શહેરના ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે રાખવામાં આવ્યું છે. જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, તાલુકા અને શહેરના કાર્યકરો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
એક જ દિવસે બંને પક્ષોની હાજરીથી ચર્ચા:
નોંધનીય છે કે રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બંને મુખ્ય પક્ષો પોતાનું સંગઠન સક્રિય કરી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રદેશ અધ્યક્ષોનો એક જ દિવસે જામનગર-સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રવાસ ગોઠવાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ તંત્ર દ્વારા બંને પક્ષોના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
