જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારો ઉપરાંત દરેડ અને ધુવાઓના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયુ
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી છે. જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
નવનિયુક્ત પીઆઇ વિપુલસિંહ ડોડીયા દ્વારા શહેરના ખોજા નાકા વિસ્તાર, સુમરાચાલી તથા પવનચક્કી વિસ્તારમાં પોલીસ કાફલા અને વાહનો સાથે ફૂટ પેટ્રોલિંગ તેમજ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ધુવાવ ગામે બનેલી મારામારીની ઘટનાને પગલે ગત રાત્રે પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન. શેખ તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી વિસ્તારોમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પ્રયાસો હાથ ધરાયા હતા.
તદુપરાંત, જામનગર તાલુકાના વિજરખી ગામમાં ગ્રામ્ય ડી.વાય.એસ.પી. પિયુષ વાંદા ના માર્ગદર્શન હેઠળ પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન. શેખ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ ટ્રાફિક નિયમોના કડક પાલન માટે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ પણ યોજાઈ હતી.
પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને પણ કાયદાનું પાલન કરવા તેમજ શાંતિ જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
