જામનગરમાં પરંપરાગત વેશભૂષા અને દેશભકિતના નારા સાથે વડાપ્રધાનનું સ્વાગત

  • May 11, 2026 06:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પરંપરાગત વેશભૂષા અને દેશભકિતના નારા સાથે વડાપ્રધાનનું સ્વાગત

ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું

જામગનરમાં લાલબંગલા સર્કલમાં યોજાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનઅભિવાદન કાર્યક્રમમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળ સહિત અન્ય દેશના અન્ય રાજ્યોના લોકો વડાપ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં લાલ બંગલો સર્કલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત વેશભૂષા, દેશભક્તિના નારા અને સાંસ્કૃતિક રંગોથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમના ભાવથી ગુંજી ઉઠ્યું હતું.

જનસભા સ્થળે પંજાબ સહિત દેશના અન્ય રાજ્યો, જામનગરના વિવિધ સમાજના આગેવાનો, શહેર શ્રેષ્ઠીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિતના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી વડાપ્રધાન પ્રત્યેનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કર્યું હતું. અનેક લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારાઓ સાથે દેશભક્તિનો જુસ્સો પ્રગટાવ્યો હતો.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application