જામનગરથી અમરનાથ યાત્રામાં ગયેલા યાત્રીનું હાર્ટ એટેકથી મોત, પાર્થિવ દેહને હવાઈ માર્ગે પરત વતન લવાયો
જામનગરના 61 વર્ષના પ્રવીણભાઈ પરમારનું અમરનાથ યાત્રા દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. તેઓ બાબા બર્ફાનીના દર્શન કરવા તા.30 જૂનના રોજ જામનગરથી યાત્રાએ નીકળ્યા હતા. આ ઘટના પવિત્ર ગુફાથી માત્ર થોડા જ કિલોમીટર દૂર બની હતી.
પ્રવીણભાઈ પરમાર અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થામાં બાલતાલ રૂટ પરથી પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા હતા. પવિત્ર ગુફાથી આશરે 3 થી 4 કિલોમીટર દૂર આવેલા કાલી માતાજીના મંદિર પાસે પહોંચતા જ તેમને તીવ્ર હાર્ટ એટેક આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ શ્રાઇન બોર્ડના અધિકારીઓ અને સુરક્ષા જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પ્રવીણભાઈને નજીકના મેડિકલ કેમ્પમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહીં.
જામનગરથી અમરનાથ યાત્રામાં પ્રથમ જથ્થામાં પ્રવીણભાઈનું ગ્રુપ રવાના થયું હતું. પ્રવીણભાઈ જામનગરથી યાત્રા શરૂ કરી સૌપ્રથમ જમ્મુ રોકાયા હતા. ત્યાર બાદ 2 જુલાઈએ તેઓ શ્રીનગર અને 3 જુલાઈએ બાલતાલ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. 4 જુલાઈએ તેમણે બાલતાલથી પવિત્ર ગુફા તરફની યાત્રા શરૂ કરી હતી.
પાર્થિવ દેહને હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યો...
નિધન બાદ તેમના પાર્થિવ દેહને સૌપ્રથમ સોનમર્ગ લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી હવાઈ માર્ગે શ્રીનગર એરપોર્ટથી દિલ્હી અને ત્યાર બાદ વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યો. વડોદરાથી એમ્બ્યુલન્સ દ્વારા તેમના પાર્થિવ દેહને જામનગર લાવવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
