ભાણવડમાં NEET પરીક્ષા રદ થવાના વિરોધમાં તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
ભાણવડ તાલુકા કોંગ્રેસ દ્વારા તાજેતરમાં લેવાયેલ NEET પરીક્ષાના પેપર લીક અને ત્યારબાદ સમગ્ર પરીક્ષા રદ કરવાના નિર્ણયના વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર સ્થાનિક મામલતદારને સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો ગંભીર આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, કેન્દ્રની વર્તમાન સરકાર દ્વારા દેશના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને NEET જેવી મહત્વની પરીક્ષાના પેપર ફૂટી જવાના કૌભાંડ બાદ સમગ્ર પરીક્ષા રદ થવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સપનું જોતા તેજસ્વી વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ભાણવડ તાલુકા કોંગ્રેસે આ મામલે પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતા જણાવ્યું હતું કે, પેપર લીક થવાની ઘટનાઓએ લાખો વિદ્યાર્થીઓને માનસિક અને આર્થિક રીતે મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારની નબળી કામગીરી જવાબદાર હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
આ આવેદનપત્ર આપતી વેળાએ એડવોકેટ ગિરધર વાઘેલા, રણધીરસિંહ જાડેજા, મુરાદ કોટડીયા, દેવજી નકુમ, કારાભાઈ ચાવડા, મુકેશ વાવણોટીયા, ભરત વાઘેલા સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
